હદ વગરની લાપરવાહી! 16 મહિના પછી શબઘરમાંથી નીકળ્યા બે કોરોના દર્દીઓના મૃતદેહ – two deadbodies of covid patiens found from morgue after 16 months

0


હાઈલાઈટ્સ:

  • બેંગ્લોરની હોસ્પિટલમાંથી બે કોરોના દર્દીઓના મૃતદેહ મળી આવ્યા.
  • હોસ્પિટલ સરકાર પર અને સરકાર હોસ્પિટલ પર ફોડી રહી છે ઠીકરું.
  • પોતાના સ્વજનના મૃતદેહ આ રીતે મળતાં પરિવારજનોમાં આક્રોશ.

બેંગ્લોર- કોરોના મહામારી દરમિયાન લોકોએ ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો. એવા ઘણાં કેસ સામે આવ્યા જેમાં કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીના પરિવારજનોને ખબર નહોતી કે તેમના સ્વજનનો મૃતદેહ ક્યાં છે. આવો જ એક નિંદનીય કિસ્સો બેંગ્લોરથી સામે આવ્યો છે. અહીં એક 40 વર્ષીય મહિલા અને 67 વર્ષીય પુરુષનો મૃતદેહ રાજાજીનગર વિસ્તારમાં આવેલી ઈએસઆઈસી હોસ્પિટલના શબઘરમાંથી મળી આવ્યો છે. આ બન્ને દર્દીઓના મૃત્યુ જુલાઈ 2020ના રોજ કોરોનાને કારણે થયા હતા.

પરિવારના લોકોને જ્યારે જાણ થઈ કે તેમના સ્વજનોની અંતિમક્રિયા સન્માનજનક રીતે કરવામાં નથી આવી અને મૃતદેહ આવી સ્થિતિમાં છે તો તેમને આઘાત લાગ્યો છે. સ્વજનોમાં આક્રોશ સ્વાભાવિક છે. મૃતદેહોની ઓળખ કરવામાં આવી તો મહિલાનું નામ દુર્ગા સુમિત્રા હતું જે ગૃહિણી હતા અને પુરુષનું નામ મુનિરાજ હતું જે વ્યવસાયે મજૂર હતા. ઈએસઆઈસી હોસ્પિટલના સ્ટાફનું કહેવું છે કે હોસ્પિટલમાં નવું શબઘર બન્યા પછી બે મૃતદેહોને નવા શબઘરમાં શિફ્ટ કરવાનું ચૂકી ગયા હતા.

સેલ્ફીના ચક્કરમાં જીવ ગુમાવ્યો, IITની વિદ્યાર્થિનીનું ગંગા નદીમાં પડવાથી થયું મોત

દુર્ગા સુમિત્રાના બહેન જીબી સુજાતા જણાવે છે કે, મારી બહેન વિધવા હતી. 29 જૂન 2020ના રોજ કોરોના પોઝિટિવ હોવાને કારણે તેને ઈએસઆઈસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 2 જુલાઈના રોજ તેનું મૃત્યુ થયુ હતું. બીબીએમપી દ્વારા અમને કહેવામાં આવ્યુ હતું તે તેઓ મારી બહેનના અંતિમ સંસ્કાર કરશે અને અમને સર્ટિફિકેટ આપી દેશે. તેમણે જણાવ્યું કે બહેનની અંતિમ ક્રિયાઓ થઈ ગઈ છે. અમારા માટે આ સમાચાર આઘાતજનક છે.

2 જુલાઈ 2020ના રોજ મુનિરાજે પણ ઈએસઆઈસી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ત્રણ દિવસ પહેલા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ત્રણ દીકરીઓના લગ્ન થઈ ગયા છે. તેઓ પિતાના મૃત્યુના સમાચાર સાંભળીને હોસ્પિટલ દોડી આવી હતી. તેમની સૌથી નાની દીકરી રાજેશ્વરી જણાવે છે કે, અમને કહેવામાં આવ્યુ હતું કે કોરોનાના પ્રોટોકોલ અનુસાર બીબીએમપી પિતાનો અંતિમ સંસ્કાર કરશે. આ ઘણી જ નિંદનીય બાબત છે.

હ્રદયરોગીની સારવાર કરી રહેલા ડોક્ટરને આવ્યો હાર્ટ એટેક, દર્દી-ડોક્ટર બંનેના નિધન થયા
બન્ને મૃતકોના પરિવારની માંગ છે કે બીબીએમપીને આ ભૂલ બદલ દંડ ફટકારવો જોઈએ. ઈએસઆઈસી હોસ્પિટલના જૂના શબઘરમાં શુક્રવારના રોજ જ્યારે કામદાર સફાઈ કરવા માટે ગયો ત્યારે તેણે આ મૃતદેહ જોયા. શબઘરમાં અત્યંત દુર્ગંધ આવતી હોવાના કારણે તેણે એક એક કરીને બોક્સ ખોલવાની શરુઆત કરી. આ દરમિયાન બે મૃતદેહ જોઈને તે પણ ચોંકી ગયો હતો. તાત્કાલિક તેણે હોસ્પિટલ પ્રશાસનને જાણ કરી. હોસ્પિટલમાં રેકોર્ડ તપાસવામાં આવ્યા તો આ બન્ને મૃતદેહોની ઓળખ થઈ શકી.

હોસ્પિટલના એક અધિકારી જણાવે છે કે, જ્યારે બન્ને દર્દીઓના મૃત્યુ થયા હતા ત્યારે અમે પરિવારને જાણ કરી હતી. તે સમયે પરિવારને મૃતદેહ સોંપી નહોતા શકતા માટે કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યા હતા. બીબીએમપી દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરવાના હતા. મૃત્યુની સંખ્યા વધી રહી હતી માટે અમે 2020માં જ નવું શબઘર બનાવ્યું અને આ બે મૃતદેહ સિવાય તમામ મૃતદેહ તેમાં શિફ્ટ કરવામાં આવ્યા. શક્ય છે કે સ્ટાફ આ બે મૃતદેહને શિફ્ટ કરવાનું ભૂલી ગયો હોય.

BBMPના એક ઉચ્ચ સ્વાસ્થ્ય અધિકારીએ દોષનો ટોપલો હોસ્પિટલ પર ઢોળ્યો છે. તેમનો આરોપ છે કે અમને મૃતદેહ સોંપવાની જવાબદારી હોસ્પિટલની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હોસ્પિટલના આ જૂના શબઘરનો પાવર સપ્લાય તાજેતરમાં જ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે મૃતદેહ કોહવાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે વિક્ટોરિયા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. ફોરેન્સિક વિભાગના હેડ ડોક્ટર વેંકટ રાઘવ જણાવે છે કે, મૃતદેહ આંશિક રીતે કોહવાઈ ગયા છે. પોસ્ટમોર્ટમ પછી બીબીએમપી કર્મચારીઓએ મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા હતા.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here