ખાનગીકરણનો વિરોધ: સરકારી બેન્કોના કર્મચારીઓ બે દિવસની હડતાલ પર ઉતરશે – nationalized banks to remain shut for two days to oppose privatization

0


હાઈલાઈટ્સ:

  • ગુજરાતની રાષ્ટ્રીયકૃત બેન્કો બે દિવસની હડતાળ પર ઉતરશે.
  • 4800 જેટલી સરકારી બેન્કોની શાખાઓ કામ બંધ રાખશે.
  • બે દિવસની હડતાળ દરમિયાન કર્મચારીઓ પ્રદર્શન પણ કરશે.

અમદાવાદ- ગુજરાતની તમામ રાષ્ટ્રીયકૃત બેંકો 16 મી અને 17મી ડિસેમ્બરના રોજ બંધ રહેશે. સરકારી બેન્કોમાં કામ કરતા કર્મચારીઓએ જાહેરાત કરી છે કે બે જાહેર ક્ષેત્રની બેન્કના પ્રસ્તાવિત ખાનગીકરણનો વિરોધ કરવા માટે આ બે દિવસે હડતાલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ બે દિવસો દરમિયાન રાજ્યભરમાં ઓછામાં ઓછી 4800 બેન્ક શાખાઓ કામ બંધ રાખશે. કર્મચારીઓની વાત કરીએ તો લગભગ 70,000 જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતરશે. આ માહિતી મહા ગુજરાત બેન્ક એમ્પ્લોય અસોસિએશન દ્વારા આપવામાં આવી છે.

MGBEAના જનરલ સેક્રેટરી જનક રાવલ જણાવે છે કે, સંસદમાં રજૂ કરવામાં આવેલા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટનો અમે વિરોધ કરીએ છીએ. અમે તેને સ્વીકારતા નથી. લોકોના પૈસા લોકોની ભલાઈ માટે હોય છે અને આ પૈસા ખાનગી એકમોના હાથમાં ન જવા જોઈએ. અમે રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકણના વિરોધમાં છીએ. સરકારે સમજવું જોઈએ કે તમામ સરકારી યોજનાઓ સરકારી બેન્કો દ્વારા અસરકારક રીતે લાગુ કરવામાં આવે છે, ખાનગી એકમો દ્વારા નહીં. સરકારી બેન્કોને બંધ કરવાના સ્થાને તેને વધારે મજબૂત કરવાના પ્રયાસો સરકારે કરવા જોઈએ.

સચિવાલયના વિભાગોમાં કરાયેલી RTI અરજીઓની માહિતી ઓનલાઇન મેળવી શકાશે

MGBEAના અંદાજ અનુસાર બે દિવસ સરકારી બેન્કો બંધ રહેવાને કારણે ગુજરાતભરમાં લગભગ 20,000 કરોડના મૂલ્યના ટ્રાન્ઝેક્શન પ્રભાવિત થશે. NEFT અને RTGS ટ્રાન્ઝેક્શન ઓનલાઈન થઈ શકે છે પરંતુ અમુક કાર્યવાહી એવી હોય છે જેના માટે બેન્ક જવું જરૂરી હોય છે. જો બેન્કો કામગીરી બંધ રાખશે તો ગ્રાહકોએ અગવડનો સામનો કરવો પડશે.

પોસ્ટ ઓફિસે શરૂ કરી ખાસ સુવિધા, આધાર કાર્ડ-પેન્શન માટે હયાતી જેવા કામ ઘરે બેઠા થશે
ઉલ્લેખનીય છે કે MGBEA દ્વારા બેન્કોના ખાનગીકરણનો મક્કમતાથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જનરલ સેક્રેટરી જનક રાવલ જણાવે છે કે, જો સરકાર અમારી માંગ પૂરી નહીં કરે તો અમે બેન્કોના ખાનગીકરણ સામેનો આ વિરોધ વધારે મજબૂત કરીશું અને તેને આગળ લઈ જઈશું. ઉલ્લેખનીય છે કે 16 અને 17 ડિસેમ્બરના રોજ બેન્ક કર્મચારીઓ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનનું પણ આયોજન કરી રહ્યા છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here