selfie took live: સેલ્ફીના ચક્કરમાં જીવ ગુમાવ્યો, IITની વિદ્યાર્થિનીનું ગંગા નદીમાં પડવાથી થયું મોત – 22 years old student of iit kanpur lost life during taking selfie

0


હાઈલાઈટ્સ:

  • સપ્ટેમ્બરથી IIT કાનપુરની હોસ્ટેલમાં રહેવા આવી હતી રાજસ્થાનની યુવતી
  • 22 વર્ષની વિદ્યાર્થિની મિત્રો સાથે અહીંના બૈરાજ ગંગા પર ફરવા આવી હતી
  • વિદ્યાર્થિની બૈરાજના ફાટક પર ચઢીને સેલ્ફી લઇ રહી હતી, પગ લપસ્યોને નદીમાં પટકાઇ

કાનપુરઃ આધુનિક સમયમાં સ્માર્ટફોન દ્વારા સેલ્ફી લેવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. નાના બાળકોથી માંડીને વૃદ્ધ વ્યક્તિ પણ સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે. પરંતુ સેલ્ફી લેવાના ચક્કરમાં ગંભીર ઈજા કે મૃત્યુ થવાના પ્રમાણમાં પણ વધારો થયો છે.

હાલમાં જ ઉત્તર પ્રદેશના કાનપુરમાં સેલ્ફી લેવાના ચક્કરમાં એક વિદ્યાર્થિનીનું મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે. આ યુવતી IITની વિદ્યાર્થિની હતી અને મિત્રો સાથે ગંગા બૈરાજ પર ફરવા આવી હતી. જ્યાં એ બૈરાજના ફાટક પર ચઢીને સેલ્ફી લઇ રહી હતી, પરંતુ એનો પગ લપસ્યો અને ગંગા નદીમાં પડી હતી. ઘટનાસ્થળે હાજર એના મિત્રોએ ઘટના વિશે પોલીસને તુરંત જાણકારી આપી હતી અને ત્યાંના બે લોકોએ નદીમાં કૂદીને વિદ્યાર્થિનીને બહાર કાઢી હતી. પરંતુ ત્યાં હાજર એમ્બ્યુલન્સ દ્વારા વિદ્યાર્થિનીને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, પરંતુ ડોક્ટરે એને મૃત જાહેર કરી હતી.

IITની 20 વર્ષની વિદ્યાર્થિની રાજસ્થાનના ભીલવાડાની વતની હતી અને સપ્ટેમબરથી કાનપુર IITની હોસ્ટેલમાં રહેવા આવી હતી. આ દરમિયાન મિત્રો સાથે અહીંના ગંગા બૈરાજ પર ફરવા આવી હતી. ફાટક પર ચઢીને સેલ્ફી રહી હતી જ્યાંથી અચાનક તેણે નિયંત્રણ ગુમાવ્યુ અને ગંગા નદીમાં પડી હતી. જોકે પુત્રીની મોત થતાં એના પરિવારજનોએ સંસ્થા પર બેદરકારીના આરોપ લગાવ્યા હતા.

આજના સમયમાં સ્માર્ટફોન દરેક વ્યક્તિ માટે અભિન્ન અંગનું મહત્વ લઇ ચૂક્યો છે. ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના આ આધુનિક સમયમાં આજનો યુવાવર્ગ મોબાઇલનો બંધાણી બની ગયો છે. દેશભરમાંથી આ પ્રકારના ગંભીર કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં સેલ્ફી કે ફોટો લેવાના ચક્કરમાં જીવ ગયો હોય. આ સિવાય રોજિંદા જીવનમાં પણ જોઇ શકાય છે કે, બાઇક કે વ્હીકલ ચલાવતાં યુવાન કે યુવતી સેલ્ફી લે છે, કેટલાક જોખમી સ્થળોએ પણ ઉભા રહીને સેલ્ફી લેવાના ચક્કરમાં દુર્ઘટનાનો શિકાર બનતા હોય છે.

રેલવે ટ્રેક પર વિડીયો બનાવતી વખતે ટ્રેનની ઝપેટમાં આવતા યુવકનું મોત
સુરતમાં કોલેજિયન ગર્લનું શંકાસ્પદ મોત, કોફી શોપમાં થઈ હતી બેભાનઆણંદની એક કૉલેજના પ્રોફેસરે નગ્ન અવસ્થામાં કર્યો વિદ્યાર્થિનીને વિડીયો કોલSource link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here