પૌષ્ટિક આહાર સાથે ડાયાબિટિસને હરાવો; કપિવાના આયુર્વેદિક ડાયા ફ્રી જ્યુસ વિશે જાણો – beat diabetes with a nutritious diet, check out kapiva’s ayurvedic dia free juice

0


કપિવા, એક આધુનિક પોષણ બ્રાન્ડ, તેની શરૂઆત થઈ ત્યારથી જ આયુર્વેદની યોગ્યતાને બહાર લાવવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. તેણે એવા ઉત્પાદનો લોન્ચ કર્યા છે જે લોકોને તેમની જીવનશૈલી સુધારવામાં મદદ કરે. વિશ્વ ડાયાબિટિસ દિવસ નિમિત્તે, કપિવા ભારતીયોને ડાયાબિટિસ સામે લડવામાં મદદ કરી શકે તેવા સંશોધન આધારિત દૈનિક આહાર પર પ્રકાશ પાડે છે. કપિવાના ડાયા ફ્રી જ્યુસમાં આ આહારને ધ્યાનમાં રખાયો છે કે જે એક બોટલમાં 45 આમળા, 24 જાંબુના બીજ અને 1 મોટા કારેલાની શક્તિ સાથે 11 આયુર્વેદિક વનસ્પતિનો ઉપયોગ કરે છે. જ્યુસનો હેતુ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવાનો તેમજ ડાયાબિટિસથી પીડિત લોકોમાં ઉર્જા અને શક્તિ વધારવાનો છે.

હાલમાં, ડાયા ફ્રી જ્યુસ જેવા ઉકેલો એ સમયની જરૂરિયાત છે કારણ કે ડાયાબિટિસ ઘણા ઘરોમાં પ્રવેશી રહ્યો છે. ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશ તેના તાજેતરના આંકડામાં દર્શાવે છે કે, હાલમાં વિશ્વભરમાં દસમાંથી એક પુખ્ત વયની વ્યક્તિને ડાયાબિટીસ છે. એક અધ્યયનમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે, ભારતીયોમાં ઈન્સ્યુલિન પ્રતિકાર વધારે માત્ર હોય છે અને ડાયાબિટિસ માટે એક મજબૂત આનુવંશિક વલણ હોય છે.

ડાયાબિટિસ માટે આયુર્વેદનું સદીઓ જૂનું રહસ્ય

આયુર્વેદિક સારવારનો 30 વર્ષનો અનુભવ ધરાવતા અને કપિવા એકેડમી ઓફ આયુર્વેદના સભ્ય ડો. આનંદ દ્વિવેદી કહે છે કે, ‘ડાયાબિટીસ જેવી આજીવન સ્થિતિની જો યોગ્ય પદ્ધતિથી વહેલાસર સારવાર આપવામાં આવે તો તેને પલટાવી શકાય છે. આયુર્વેદમાં, અમે કાર્બોહાઈડ્રેટ ચયાપચયને વધારીને બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે કારેલા, આમણા, જાબું અને ગિલોયના મિશ્રણનું ભારપૂર્વક સૂચન કરીએ છીએ. બીજી બાજુ કારેલા યકૃતની કામગીરીને સુધારવા માટે જાણીતા છે. જાંબુનો ઉપયોગ ઘણીવાર કોલેસ્ટ્રોલ ઘટાડવા અને પેશાબ કરતી વખતે પડતી મુશ્કેલીને ઘટાડવા માટે થાય છે.’ ડો. આનંદ ઉમેરે છે કે, ડાયા ફ્રી જ્યુસ બનાવતી વખતે તેમણે અને તેમની ટીમે ડાયાબિટિસના દર્દીઓને પડતી વિવિધ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી હતી. કપિવા તેના ઉત્પાદનોની ક્ષેણી, જેમ કે, ડાયા ફ્રી જ્યુસ દ્વારા આ સ્થિતિને દૂર કરવાનો પ્રયાસ કરે છે. આ અમૃત વિશ્વમાં હર્બલ પોષકતત્વ લાવે છે, જે તેની સ્વાદેન્દ્રિયને પ્રોસેસ્ડ ફૂડ અને ખાંડમાં ડૂબાડી રહ્યું છે.

Social (FB) 1200x628

ડાયાબિટિસ માટે આદર્શ ખોરાક કયો?

આ રોગનો સામનો કરવાની ચાવીઓમાંથી એક પૌષ્ટિક આહાર છે. કપિવા એકેડમી ઓફ આયુર્વેદ સાથે મળીને એક્સપર્ટ ન્યુટ્રિશનિસ્ટ ન્મામી અગ્રવાલે ડાયાબિટસથી પીડિતા લોકો માટે ખાસ ડાયટ ચાર્ટ તૈયાર કર્યો છે. તેણીએ કહ્યું કે, ‘ડાયાબિટિસને નિયંત્રિત કરવા માટે, યોગ્ય ખોરાક લેવો એટલું જ નહીં પરંતુ યોગ્ય માત્રામાં અને નિયમિત અંતરે ખાવું જરૂરી છે. યોગ્ય ખોરાકની આદત, કસરત, ઊંઘ અને તમારા ચયાપચયને વધારવામાં થોડી મદદથી ડાયાબિટિસને નિયંત્રિત કરી શકાય છે.’

તમારા દિવસની શરૂઆત યોગ્ય પોષણ સાથે કરો
નાસ્તાની 20-30 મિનિટ પહેલા કપિવા ડાયા ફ્રી જ્યુસલો. 30 મિલિ પાણી સાથે 30 મિલિ ડાયા ફ્રી જ્યુસ લો અને પી જાઓ.

તમારા બ્રેકફાસ્ટમાં ફાઈબર ઉમેરો

સવારે 8.30-9.30 સુધીમાં ફાઈબરથી ભરપૂર બ્રેકફાસ્ટ કરી લો. કપિવા હોમસ્ટાઈલ મસાલા સુપરગ્રેન ઓટ્સ ખાવાનું સૂચન કરે છે, જેમાં ગ્લાયકેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. વૈકલ્પિક રીતે, તમે મગ દાળના પુડલા, પાલકના થેપલાની પસંદગી પણ કરી શકો છો.

ભોજન વચ્ચે ફળ લો

તમારા ભોજનમાં યોગ્ય તેલ અને ચરબીની પસંદગી કરો

બપોરે 1.30-2.30ની આસપાસ લંચ લેવું જોઈએ. કપિવા ઓર્ગેનિક તલના તેલનો તેમના શાકભાજી અથવા પુલાવમાં ઉપયોગ કરીને ઘરે બનાવેલા સાદા લંચને હેલ્ધી બનાવી શકે છે. તલનું તેલ લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડે છે તે તબીબી રીતે સાબિત થયું છે. તેમે કપિવા A2 દેશી ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અને તમારી દાળ અને ભાતમાં તેને નાખી શકો છો ઘી તમને સારી ચરબી આપે છે અને ખાંડને પચાવવામાં મદદ કરે છે.

સાંજે ઓછી કેલેરીના નાસ્તા અને હર્બલ ચાનો આનંદ લો

સાંજે 4.30-5.30 વાગ્યાની આસપાસ સાંજની ચાનો આનંદ માણો. કપિવા મધુ તુલા ગ્રીન ટી સાથે પફ્ડ રાઈસ ચાટ એ એક સંયોજન છે. આ ચામાં જાંબુના બીચ સહિત 13 જડીબુટ્ટીઓ નાખવામાં આવે છે, જે ઈન્સ્યુલિન પ્રવૃત્તિને વધારવામાં મદદ કરે છે.

સાંજે 8.30 પહેલા ડિનર લઈ લો

રાતના ભોજન પહેલા ડાયા ફ્રી જ્યુસ લેવાનું ભૂલશો નહીં. રાતના ભોજન માટે શસરૂમ ક્વિનોઆ કે દલિયાના બાઉલ સાથે પાલક અને દાળનો સૂપ સારો રહેશે.

સૂચવેલા ડાયા ફ્રી જ્યુસમાં કુદરતી ઘટકોની સારાપણું છે. તેમના બળતરા વિરોધી ગુણધર્મોને લીધે, આયુર્વેદિક જડીબુટ્ટીઓ ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે, હ્રદયની તંદુરસ્તી અને અન્ય રોગપ્રતિકારક કાર્યોને વેગ આપે છે. આ જડીબુટ્ટીઓ ગ્લુકોઝના સ્તરમાં વધારો થવાના મૂળ કારણને પણ સંકુચિત કરે છે અને વારંવાર પેશાબ, ભૂખમાં વધારો, વધુ પડતી તરસ અને વજનમાં તીવ્ર ઘટાડો જેવા લક્ષણો સામે મદદ કરે છે. 10,000+ વપરાશકર્તાઓના પ્રિય અને વિશ્વાસપાત્ર એવા ડાયા ફ્રીના 100 વપરાશકર્તાઓના કરાયેલા સર્વેમાં નીચેના પરિણામો મળ્યા:

1000x1000 Opt2

ડાયાબિટિસને નિયંત્રિત કરવાની ચાવી એ માત્ર ઓછી કેલેરી અને લો-જીઆઈ આહાર જ નથી, પરંતુ તે પણ મહત્વનું છે કે, સમયાંતરે યોગ્ય પ્રમાણમાં હાઈડ્રેશન, કસરત અને ઊંઘ સાથે યોગ્ય માત્રામાં ખોરાક લેવામાં આવે. અને હવે, વિશ્વ પણ ખુલવા લાગ્યું છે, ત્યારે જરૂરી છે કે, લોકો તેમની જીવનશૈલીમાં હલનચલન મેળવે અને માત્ર બેઠાડું દિનચર્યાને વળગી ન રહે આશાવાદી સેન્ટિમેન્ટ વધવાની શરૂઆત સાથે, હવે આપણા આહાર અને જીવનશૈલીને હાથમાં લેવાનો યોગ્ય સમય છે અને વિશ્વ ડાયાબિટિસ દિવસ પર પ્રોસેસ્ડ ખાંડયુક્ત ભોજનના કામચલાઉ આનંદને બદલે સારા સ્વાસ્થ્યને પસંદ કરવાના સંકલ્પ સાથે નવેસરથી શરૂઆત કરવાનો સમય છે.

ડિસ્ક્લેમર: લેખમાં વ્યક્ત કરાયેલા દ્રષ્ટિકોણ/સૂચનો/મંતવ્યો સંબંધિત બ્રાન્ડની એકમાત્ર જવાબદારી છે. તેને તબીબી સલાહના વિકલ્પ તરીકે ગણવું ન જોઈએ. વધુ વિગતો માટે કૃપા કરીને હેલ્થ કેર પ્રેક્ટિશનરની સલાહ લો. ટાઈમ્સ ઈન્ટરનેટની સ્પોટલાઈટ ટીમ દ્વારા કપિવા વતી આ લેખ તૈયાર કરાયો છે.Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here