‘જન્મથી અમીર નહોતા, અમે પણ સંઘર્ષ કર્યો છે’ શમિતાને ટાર્ગેટ કરનારાને શિલ્પાનો જવાબ – bigg boss 15 shilpa shetty wrote an appreciation post for sister shamita shetty

0


હાઈલાઈટ્સ:

  • શમિતા શેટ્ટીના વ્યવહારને લોકો અભિમાન સમજે છે તે જોઈને દુઃખ થાય છે: શિલ્પા શેટ્ટી
  • જીવનમાં કોઈ પણ ગેમ માન-મર્યાદા ગુમાવવાની કિંમત પર રમી શકાય નહીંઃ શિલ્પા શેટ્ટી
  • બહેન શમિતા શેટ્ટી જે રીતે ગેમ રમી રહી છે તેના માટે શિલ્પા શેટ્ટીને છે ગર્વ

નેહા ધૂપિયા હાલમાં વિવાદાસ્પદ શો બિગ બોસ 15ના ઘરમાં મહેમાન બનીને પહોંચી હતી. તેણે તમામ કન્ટેસ્ટન્ટ્સને તેમની બિગ બોસ 15ની જર્ની કેવી રહી તે વિશે પૂછ્યું હતું. શમિતા શેટ્ટીએ નેહા ધૂપિયા સામે દિલ ખોલીને રાખી દીધું હતું.

શમિતા શેટ્ટીએ કહ્યું હતું કે, ‘આ મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યું. ઘણા ઉતાર-ચડાવ આવ્યા. ઈમોશનલી પણ મુશ્કેલ રહ્યું. અહીંયા હું ડિપ્રેસ્ડ ફીલ કરવા લાગી, ક્યારેક ખૂબ જ મજબૂત. ઘણી લાગણીઓ આ ઘરમાં અનુભવી. હું એક વાત જરૂરથી માનું છું કે, આ ઘર તમને મજબૂત બનાવીને છોડે છે. મેં મારી ગેમ પૂરી પ્રામાણિકતાથી રમી છે. મેં યોગ્ય મુદ્દા પર મારો અવાજ ઉઠાવ્યો છે. મેં જે બાબતમાં વિશ્વાસ કર્યો, તેના માટે સ્ટેન્ડ લીધું છે. હું ઘણી ઈમોશનલ થું. દિલથી રમું છું. મારા માટે સંબંધો મહત્વ ધરાવે છે. હા, જ્યારે સંબંધમાં કોઈ મારો વિશ્વાસઘાત કરે છે…ખાસ કરીને તે લોકો જેઓ મારા માટે મહત્વના છે તો તે મને પ્રભાવિત કરે છે’.

કંગના રનૌતને મળી મારી નાખવાની ધમકી, નોંધાવી ફરિયાદ, કહ્યું ‘કોઈનાથી ડરતી નથી’


શમિતા શેટ્ટીએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે અને લખ્યું છે ‘આ મારી હિંમતવાન બહેન છે. જોઈને દુઃખ થાય છે કે, કેટલાક લોકો શમિતાના વ્યવહારે અભિમાન સમજી રહ્યા છે કારણ કે તેઓ વિચારે છે કે શમિતાને વિશેષાધિકાર મળ્યા છે અથવા તે ફેક છે. શમિતાનો પોતાનો કોઈ મંતવ્ય નથી અથવા માત્ર તે પોતાના દિલનો ઉપયોગ કરે છે, મગજ નથી. આ બધી વાત બકવાસ છે, ખોટી છે. તેવામાં એક બહેન તરીકે નહીં પરંતુ બિગ બોસની દર્શક રીતે કોઈનો પક્ષ લીધા વગર કહી રહી છું’.

‘મેં ક્યારેય શો વિશે કોઈ કોમેન્ટ કરી નથી, પરંતુ ઘણા લોકો છે જેઓ સારી અથવા ખરાબ અથવા ખૂબ જ ખરાબ બોલી રહ્યા છે. મને લાગે છે કે, હવે બોલવું જોઈએ કારણ કે એક કન્ટેસ્ટન્ટની સાથે-સાથે એક હોસ્ટ તરીકે પણ શોના ફોર્મેટ વિશે જાણું છું. મને લાગે છે કે, શમિતા પર દિલ હોવા અથવા ઈમોશનલ હોવા અથવા કેટલાક લોકો દ્વારા વિશેષાધિકાર તરીકે જોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પરંતુ જો તેમ હોત તો તે શોમાં પ્રોફેશનલી પોતાના માટે એક જગ્યા બનાવવાનો પ્રયાસ ન કરત’.

આજે ઐશ્વર્યા શર્મા સાથે નીલ ભટ્ટના લગ્ન, ઓન-સ્ક્રીન પત્ની ‘સઈ’ નહીં આપે હાજરી
શમિતાએ પોસ્ટમાં આગળ લખ્યું છે કે ‘હું એક વાત કન્ફર્મ કરવા ઈચ્છું છું કે, શમિતા એકદમ રિયલ છે. તે તેની યુએસપી છે. તે શોમાં દેખાય છે રિયલમાં એવી જ છે. મને કથિત ગેમ અથવા સ્ટ્રેટેજી વિશે જાણ નથી પરંતુ માત્ર એટલું જ જાણું છું કે, દરેક વ્યક્તિ અલગ હોય છે. અમે જન્મથી અમીર નહોતા. અમે બંનેએ ઘણો સંઘર્ષ કર્યો છે. અમારા માટે માન-મર્યાદા સર્વોચ્ય છે અને આ જ અમારો ઉછેર છે’.

‘શમિતા ગેમ જીતે કે ન જીતે, પરંતુ આ વાત કહેવી જરૂરી છે કે, જીવનમાં અથવા ટીવી પર કોઈ પણ ગેમ માન-મર્યાદા ગુમાવવાની કિંમત પર થઈ શકતી નથી. તે આ બાબત પોતાની ગેમમાં પણ દેખાડે છે. તે ગ્રેસ સાથે ગેમ રહે છે અને આ જોઈને બહેન તરીકે મને ગર્વ થાય છે. શો ખતમ થઈ જશે, પરંતુ યાદો રહી જશે. શમિતાને એક સિંહણ તરીકે યાદ રાખવામાં આવશે. એક તેવી વ્યક્તિ તરીકે યાદ રાખવામાં આવશે, જેણે પ્રમાણિકતા, ગરીમા, આબરુ અને ક્લાસ દ્વારા લાખો દિલ પર પોતાની છાપ છોડી છે’, તેમ તેણે લખ્યું છે.

હાલના જ વીકએન્ડ કા વાર એપિસોડમાં દેવોલીના ભટ્ટાચાર્જીએ શમિતાને ખૂબ ખરાબ રીતે ટાર્ગેટ કરી હતી. દેવોલીનાએ કહ્યું હતું કે, શમિતા એક કીડો છે અને પોતાના મગજનો ઉપયોગ કરતો નથી. આ વાતને લઈને સલમાને દેવોલીનાને ઠપકો પણ આપ્યો હતો.

Source link

What’s your Reaction?
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here